ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

    ખેરગામ BRC ખાતે કલા ઉત્સવ: જુદી-જુદી સ્પર્ધામાં વિદ્યાર્થીઓનો તેજસ્વી પ્રદર્શન.

તારીખ: 01/12/2025ના દિને વિકસિત ગુજરાત @2047 થીમ હેઠળ તાલુકા કક્ષાનો કલા ઉત્સવ કાર્યક્રમ 2025-26 ખેરગામ ખાતે સ્થિત બી.આર.સી. ભવનમાં ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.

આ કલા ઉત્સવમાં નાંધઈ પ્રાથમિક શાળા, પાટી પ્રાથમિક શાળા, વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળા, કન્યા શાળા ખેરગામ, વાડ ઉતાર ફળિયા પ્રાથમિક શાળા, ડેબરપાડા પ્રાથમિક શાળા, દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળા, મંદિર ફળિયા આછવણી પ્રાથમિક શાળા, બંધાડ ફળિયા પ્રાથમિક શાળા આછવણી અને કૃતિ ખડક પ્રાથમિક શાળા બહેજ સહિતની શાળાઓના વિદ્યાર્થીઓએ પોતાની ઉત્તમ પ્રતિભા પ્રદર્શિત કરી હતી.

સ્પર્ધાઓમાં જીતેલા વિદ્યાર્થીઓ:

🔹 ચિત્ર સ્પર્ધા: વિદ્યા મંદિર પણંજ પ્રાથમિક શાળાની રિધ્ધિ હિતેશકુમાર પટેલ – પ્રથમ ક્રમાંક

🔹 બાળ કવિ સ્પર્ધા: નાંધઈ પ્રાથમિક શાળાની દૃષ્ટિ ભાવેશભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક 

🔹 સંગીત ગાયન સ્પર્ધા: દેશમુખ ફળિયા કાકડવેરી પ્રાથમિક શાળાની યુતિકાકુમારી સુનિલભાઈ ગાંગોડા – પ્રથમ ક્રમાંક

🔹 સંગીત વાદન સ્પર્ધા: પાટી પ્રાથમિક શાળાના સોહમભાઈ બિપીનભાઈ પટેલ – પ્રથમ ક્રમાંક

વિદ્યાર્થીઓની આ સિદ્ધિએ ખેરગામ તાલુકાનું ગૌરવ વધાર્યું છે.

આ કાર્યક્રમમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ,  ખેરગામ BRC શ્રી વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના સહમંત્રીશ્રી ધર્મેશકુમાર પટેલ, પાટી શાળાના કેન્દ્ર શિક્ષક કિરીટભાઈ સોલંકી, શામળા ફળિયા CRC ટીનાબેન પટેલ, નિપુણ બીઆરપી નિમિષાબેન આહિર, આશિષભાઈ પટેલ,વૈશાલીબેન સોલંકી સહિત શિક્ષકવર્ગની પ્રેરક હાજરી રહી.

Comments

Popular posts from this blog

Dang, Vaghai,Gira water fall : ચોમાસામાં પ્રકૃતિ પ્રેમી પર્યટકોની પહેલી પસંદ : 'ડાંગનો નાયગ્રા' વઘઇનો ગીરાધોધ

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Valsad District latest news : 02-07-2024